સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતાથી ભરપૂર HSSF હિંદુ મેળાવડામાં ૨૨૫થી વધુ સેવાકીય સંસ્થાઓ સાથે ઉત્કર્ષ ટ્રસ્ટને પણ જોડાવાનો અવસર મળ્યો.
ઉત્કર્ષના સ્ટોલ દ્વારા “માસિક ધર્મ ચક્ર” અંગે જાગૃતિ ફેલાવવામાં આવી અને ૧૭૦૦થી વધુ કિશોરીઓને મુગ્ધા માસિક માર્ગદર્શિકા તથા સેનેટરી નેપકિન્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
આ સુંદર અવસર માટે HSSF ટીમ, સહયોગીઓ અને ઉત્કર્ષ પરિવારની બહેનોનો હાર્દિક આભાર.





