ઉત્કર્ષ પરિવાર દ્વારા આયોજિત આ માંગલિક પ્રસંગમાં ૯ કુમારિકા કન્યાઓનું વિધિવત પૂજન કરી તેમને તિલક, હાર, ખેસ અને લહાણી અર્પણ કરવામાં આવી.
સાથે ૧૨ પ્રતિષ્ઠિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી આશાબેન બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા.
આરતી અને ગરબા સાથે કાર્યક્રમ ભક્તિ, શક્તિ અને માતૃત્વના ભાવથી ઉજવાયો.





