વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા પલોડિયા ગામની આત્મવિકાસ સંસ્થા ખાતે ૩૫ બહેનો માટે ૧૨ દિવસીય સાત્વિક ખાદ્ય ખોરાકની વ્યવસાયલક્ષી તાલીમ યોજાઈ.
તાલીમમાં હેલ્ધી નાસ્તા, ફરસાણ, મીઠાઈ, પેકેજિંગ, પ્રેઝન્ટેશન અને લેબલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે કેન્સર જાગૃતિ અને ૧૦૦ બહેનોને પોષણક્ષમ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને સ્વાસ્થ્ય, કૌશલ્ય અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવાનો રહ્યો.






